top of page
Post: Blog2_Post

Yajna Pita Gaytri Mata Part - 9 યજ્ઞ પિતા ગાયત્રી માતા ભાગ – 9


શ્રમ પણ યજ્ઞ છે.


લાલબહાદુર શાસ્ત્રી ભારતના પ્રધાનમંત્રી હતા ત્યારે પણ પોતાના ઓરડાની સફાઈ જાતે જ કરતા હતા. સંત વિનોદભાવે પોતાના આશ્રમના ઊંડા કુવામાંથી જાતે પાણી કાઢી ને ફૂલ ઝાડને સીંચતા હતા.


સ્વામી રામતીર્થ એક વખત ધર્મ પ્રચાર કરતાં કરતાં જાપાન ગયા અને એક ઉદ્યોગપતિને ત્યાં રોકાયા. સાંજે તેમના પ્રવચનનો કાર્યકમ નક્કી થયો. દિવસે તે ઉદ્યોગપતિની ફેક્ટરી જોવા ગયા. જ્યાં હજારો વ્યક્તિ કામ કરી રહી હતી, એમણે આખી ફેક્ટરીમાં ચક્કર લગાવ્યું, એક એક મશીનની નજીક જઈને જોયું. એમને એ જોઈને મોટું આશ્ચર્ય થયું કે પ્રત્યેક કર્મચારી પુરી લગન સાથે પોતાના કાર્યમાં મગ્ન હતો. કૉયીએ એમની તરફ ધ્યાન જ ના આપ્યું. નજીક જાય ત્યારે તેમની તરફ જોઈ લેતા અથવા કશું પૂછવામાં આવે તો નમ્રતાપૂર્વક જવાબ આપીને પોતાના કામમાં જરાપણ રુકાવટ આવવા દેતા નહોતા, સાંજે કાર્ય સમાપ્ત કરીને તેઓ પોતાના ઘરે પહોંચ્યા અને નાહીધોયીને પરિવાર સાથે ખાવા-પીવામાં નાચ ગાનમાં મસ્ત થયી ગયા. આખો દિવસ તનતોડ મહેનત કર્યા પછી આ પ્રકારના મનોરંજન વડે એકદમ તાજામાજા થયી ગયા. રાત્રીના પ્રવચનમાં એ ખુશખુશાલ જાપાનીઓને સંબોધિત કરતા સ્વામી રામતીર્થ કહ્યું, ભાઈઓ, મને અહીંયા ધર્મનો પ્રચાર કરવાનું કહેવામાં આવ્યું છે પરંતુ મેં જોયું કે અહીંયા દરેક વ્યક્તિ પુરી રીતે છે. ધાર્મિક ધર્મ શું છે? જીવન યજ્ઞમાં પોતાની આહુતિ આપવી અને આ આહુતિ શ્રમ ઘ્વારા જ સંભવ છે. આપ સૌએ શ્રમની મહતાને સારી રીતે જાણો છો. કોઈપણ પોતાના કાર્યમાં ચોરી નથી કરતા, પુરી નિષ્ઠા સાથે કાર્ય પ્રત્યે સમર્પિત રહો છો. આ જ જીવન યજ્ઞનું ઉત્કૃષ્ઠ આચરણ છે, આજ સાચો ધર્મ છે.


પરંતુ આપણા દેશમાં આજકાલ તેનાથી ઉંધું થયી રહ્યું છે.કોઈ મહેનત કરવા જ નથી માગતું અને રાતોરાત અમીર બનવાના સપના જુએ છે. કામ ઉપર બહાના બાજી ચાલે છે. વાતવાતમાં હડતાલ પાડી ને કામ બંધ કરી દે છે.


કાશ! શ્રમના આદર્શ ને આપણા ભારતવાસીઓ અપનાવી લેતા ? પરંતુ આજના ભ્રષ્ટ રાજનેતાઓ કશું થવા દે ત્યારે ને?


Reference: યજ્ઞ પિતા ગાયત્રી માતા

Comentarios


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page