top of page
Post: Blog2_Post

Law of karma– Part-2 કર્મની ગતિ ન્યારી - ભાગ -2


ચિત્રગુપ્તનોપરિચય


નયંતિ નરક નં માત્માનો માનવાન હતઃ |

દિવમ લોકં ચ તે તુષ્ટા ઈત્યયમંત્ર વેદિન:


ઉપરોક્ત શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે, હણાયેલો આત્મા નક્કી મનુષ્યને નરકમાં લઈ જાય છે અને સંતુષ્ટ થયેલો આત્મા દિવ્યલોકમાં લઈ જાય છે.


આ શ્લોકમાં સ્વર્ગ અને નરક કઈ રીતે મળે છે એ મૂંઝવણને ઉકેલવામાં આવી છે. ગરુડ-પુરાણમાં આના સંદર્ભમાં એક અલંકારિક વર્ણન આવે છે. એમાં કહેવામાં આવ્યું છે કે યમલોકમાં ‘ચિત્રગુપ્ત' નામના દેવતા દરેક જીવનાં ખરાં ખોટાં કર્મોનો હિસાબ રાખે છે. જ્યારે પ્રાણી મરીને યમલોકમાં જાય છે ત્યારે તેનો હિસાબ રજૂ કરવામાં આવે છે. અને તેના આધારે સારા કર્મો હોય તો સ્વર્ગ અને ખરાબ કર્મો હોય તો નરક આપવામાં આવે છે. સામાન્ય દૃષ્ટિએ વિચારતાં ચિત્રગુપ્તનું અસ્તિત્વ કાલ્પનિક લાગે છે, કારણ કે પૃથ્વી ઉપર અબજો મનુષ્યો રહે છે, વળી એવી જ કહેવાતી ચોરાસી લાખ યોનિઓ જેમાંની અનેક તો મનુષ્ય જાતિ કરતાં પણ અનેક ઘણી વધારે છે. આ બધી સંખ્યા ગણવામાં આવે તો એટલી બધી વધારે થઈ જાય છે કે આપણું અંકગણિત પણ ગણવા માટે નાનું પડે, તો પછી આટલાં બધાં અસંખ્ય પ્રાણીઓ દ્વારા પળે પળે કરવામાં આવતાં કર્મોનો હિસાબ સતત, જરાય વિશ્રામ કર્યા વિના અનેક જન્માંતરો સુધી લખતા રહેવું તે એક દેવતા માટે મુશ્કેલ છે. આ રીતે જોતાં ચિત્રગુપ્તનું કાર્ય અસંભવ લાગે છે. આ કથાને એક કલ્પના માનવામાં આવે તો ચિત્રગુપ્તનું અસ્તિત્વ પણ શંકાસ્પદ બની જાય છે,


આધુનિક સંશોધનોએ ઉપરોક્ત અલંકારિક વર્ણનમાંથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ સત્યને શોધી કાઢ્યું છે, ડૉક્ટર ફ્રોઈડે મનુષ્યની માનસિક રચનાનું વર્ણન કરતાં જણાવ્યું છે કે જે પણ ખરાં ખોટાં કામો જ્ઞાનવાન પ્રાણીઓ દ્વારા કરવામાં આવે છે, એની સૂક્ષ્મ નોધ અંતઃચેતનામાં થતી હોય છે, ગ્રામોફોનની રેકોર્ડમાં ગીતો રેખાના રૂપમાં ભરી દેવામાં આવે છે. સંગીતશાળામાં નાચગાન થઈ રહ્યું હોય, સાથે અનેક પ્રકારનાં વાજિંત્રો પણ વાગતાં હોય છે, આ વિવિધ પ્રકારની ધ્વનિઓની વિદ્યુતશક્તિથી એક પ્રકારની સંક્ષિપ્ત અને સૂક્ષ્મ રીતે નોંધ થાય છે અને રેકોર્ડની ખૂબ જ નાની એવી જગ્યામાં રેખાઓની જેમ નોંધ થતી જાય છે. તૈયાર કરેલી રેકોર્ડ રાખવામાં આવે છે પણ એ એની મેળે અથવા જ્યારે ઇચ્છે ત્યારે વાગવા માંડતી નથી. પરંતુ સંગ્રહિત ધ્વનિઓને પ્રગટ કરે છે. ગ્રામોફોનના મશીન પર ફેરવવામાં આવે છે અને સોયનું ઘર્ષણ તે રેખાઓ ઉપર થાય છે ત્યારે તે વાગવા માંડે છે. બરોબર આ જ રીતે ખરાં અને ખોટાં, જે કંઈ કામ કરવામાં આવે છે, તેની સૂક્ષ્મ રેખાઓ અંતઃચેતના ઉપર નોંધાતી જાય છે અને મનની અંદરના ખૂણામાં ધીમેધીમે સંગ્રહિત થતી જાય છે. જ્યારે રેકોર્ડના ખાંચામાં સોય ઘસાય છે ત્યારે તેમાં નોંધેલાં ગીતો સંભળાય છે, બરાબર એ જ રીતે ગુપ્ત મનમાં સંઘરાયેલી રેખાઓ કોઈક સંબંધિત પ્રસંગનો આઘાત લાગતાં જ પ્રગટ થવા લાગે છે.


Reference: કર્મની ગતિ ન્યારી

Commentaires


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page