top of page
Post: Blog2_Post

Reduce the needs- જરૂરિયાતો ઓછી કરો


અકબરે દરબારીઓની બુદ્ધિ પારખવા એક ચાદર મંગાવી જે એની લંબાઈ કરતાં નાની હતી. દરેકને એવો પ્રશ્ન પૂછવામાં આવતો હતો કે ચાદરને નાની-મોટી કર્યા વગર તેનું શરીર કઈ રીતે ઢાંકી શકાય?


બીજા કોઈ જવાબ આપી ન શક્યા ત્યારે બીરબલે કહ્યું હુજુર, તમારા પગને વાળો, આ જ ચાદરમાં આરામથી સૂઈ શકશો.


બુદ્ધિશાળીની વાત દરેકને પસંદ પડી. સાધનોને વધાર્યા વગર પણ જરૂરિયાતોને ઓછી કરીને ગુજરાન થઈ શકે છે.


Reference: યુગ શક્તિ ગાયત્રી, મેં 2002

Commentaires


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page