Yajna Pita Gaytri Mata Part - 8 યજ્ઞ પિતા ગાયત્રી માતા ભાગ – 8
- akhandjyoti gujarati
- Aug 8, 2021
- 1 min read

શ્રમ પણ યજ્ઞ જ છે.
યજ્ઞથી આપણને અનેક પ્રકારની પ્રેરણાઓ મળે છે જયારે આપણે યજ્ઞમાં બેસીએ છીએ ત્યારે આપણું શરીર ગરમ થયી જાય છે એનો અર્થ એ છે કે આપણે ગરમ (સક્રિય) જીવન જીવવું જોઈએ. અથાર્ત શ્રમશીલ બનવું જોઈએ. જે ઘરમાં બધા લોકો શ્રમ કરે છે તે પરિવાર સદા સુખી રહે છે. જે દેશના નાગરિક ખુબ શ્રમ કરે છે તે દેશ પણ ચારે દિશાઓમાં પ્રગતિ કરે છે. શ્રમદાન સર્વશ્રેષ્ઠ દાન છે પોતાના માટે પણ અને સમાજ માટે પણ. ક્યારેક આપણા દેશમાં સ્ત્રી, પુરુષ, બાળકો બધા ખુબ મહેનત કરતા હતા, શ્રમ દેવતાની પૂજા થતી હતી. લોકો સુખી , સંતુષ્ઠ તથા સમ્રાટ હતા. ભારત વર્ષને સોનાનું પંખી કહેવામાં આવતું હતું. પરંતુ આજે આપણી જે દુર્દશા થઈ રહી છે એનું કારણ તો સ્પષ્ટ જ છે. કામચોરી, હરામખોરી, આળસ, પ્રમાદ આપણાં ચરિત્રમાં ઘૂસી ગયા છે. લોકો વિચારવા લાગે છે કે
અજગર કરે ન ચાકરી પછી કરે ન કામ
દાસ માલુકા કહ ગયે, સબકે દાતા રામ
આ દ્રષ્ટિકોણ ઠીક નથી. મુલકદાસે તો વ્યંગમાં આ વાત કહી છે. અને લોકો એને જ બહાનું બનાવીને શ્રમ કરવામાંથી છટકવા લાગ્યા છે. આજે અન્ય દેશોને જુઓ તો આ શ્રમ યજ્ઞના બળ ઉપર જ ખુબ ઝડપી પ્રગતિ કરી રહ્યા છે. ત્યાં બધા મન લગાવીને ખુબ મહેનત કરે છે. કોઈપણ કોઈ દેવતાની આગળ આળોટે છે, કે ના હાથ ફેલાવે છે.
Reference: યજ્ઞ પિતા ગાયત્રી માતા
Comments