top of page
Post: Blog2_Post

Yajna Pita Gaytri Mata Part -19 યજ્ઞ પિતા ગાયત્રી માતા ભાગ – 19


સ્થાન, સમય અને વસ્ત્ર


યજ્ઞ માટેનું સ્થળ સ્વચ્છ અને પવિત્ર તો હોવું જ જોઈએ, સાથે ઉપરથી ઢંકાયેલ પણ હોવું જોઈએ જેથી યજ્ઞનો ધુમાડો વધુ સમય સુધી એ સ્થળ પર ટકી રહે. પેહલા આપણા દેશમાં દરેક જગ્યાએ યજ્ઞ થયા હતા અને તેનાથી જ દેશને તપોભૂમિ બનાવામાં આવેલ હતી. જ્યાં મોટા મહાયજ્ઞોનું આયોજન થતું હતું. યજ્ઞનો સર્વોત્તમ સમય પ્રભાત કાળનો છે. ચારે તરફ શાંત વાતાવરણમાં જયારે યજ્ઞનો ધુમાડો ફેલાય છે અને મંત્રોની ઓજસ ઘ્વાની ગુંજે છે તો બધાના તન-મનમાં ઉલ્લાસ તથા અહલાદની એક લહેર દોડી જાય છે. એ સમયે યજ્ઞ ઉર્જાનો વિશેષ તથા સર્વોત્તમ લાભ મળે છે.


યજ્ઞના સમયે પહેરેલા કપડાનો પોતાનો પ્રભાવ હોય છે. આપણે શરીરને એ પરિસ્થિતિમાં રાખવું જોયીએ કે યજ્ઞનો વાયુ આપણા વાળના છિદ્રો ઘ્વારા શરીરમાં આસાનીથી પ્રવેશ કરી શકે. એના માટે ઢીલા-ખુલતા વસ્ત્રો જ પહેરવા. પુરુષોએ તો કટી વસ્ત્ર -ધોતી જ પહેરવી જોઈએ. જો આવશ્યક હોય તો ખભા પાર હલકો દુપટો નાખી દેવો. આ રીતે યજ્ઞના તાપથી શરીરને વધુમાં વધુ ગરમી પ્રાપ્ત થશે અને રોમ છિદ્ર ખુલ્લા રહેવાથી ધુમાડામાથી પૌષ્ટિક તત્વો આસાનીથી ખેંચી લેશે.


સીધા-સદા વસ્ત્રો (સફેદ, પીળા , ભગવા - ગેરુ , કેસરિયા ) સ્વાસ્થ્ય માટે હિતકર હોય છે. ભડકતા તથા ચમકદાર રંગના કપડાં રોગજનક કીટક, મચ્છરો તથા હાનિકારક કીટકો તરફ આકર્ષિત કરે છે. કેલિફોર્નિયાના "ફાર્મ બ્યુરો" સંધે વ્યાપક શોધખોળોથી પણ આ વાત સાબિત કરી છે. એટલેકે સફેદ, પીળા , ભગવા - ગેરુ , કેસરિયા રંગના કપડાં પ્રત્યે કીટક-જીવાણુઓ આકર્ષિત થતા નથી તેથી ન તો તે કપડાંને હાનિ પહોંચાડે છે અને ન તો પેહરાવાવાળાના સ્વાસ્થ્યને.


એટલા માટે ભારતીય સંસ્કૃતિએ સફેદ તથા પીળા વસ્ત્રોને પ્રમુખતા આપી છે અને શોભાજનક માન્યા છે.


Reference: યજ્ઞ પિતા ગાયત્રી માતા

Comentarios


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page