top of page
Post: Blog2_Post

Yajna Pita Gaytri Mata Part -17 યજ્ઞ પિતા ગાયત્રી માતા ભાગ – 17


યજ્ઞ અને પર્યાવરણ


આજે સમગ્ર સંસાર પર્યાવરણની વિષમ સમસ્યાઓમાં સપડાયેલો છે. બધા જીવધારી મળ , મૂત્ર , શ્વાસ ઘ્વારા ગંદકી ફેલાવે છે. ઔધોગિકરણના કારણે ડીઝલ , પેટ્રોલ , કેરોસીન , કોલસા , લાકડા સળગતા જ રહે છે. મનુષ્ય પોતાની સુખ સુવિધા સુવિધાના સાધન વધારતો રહ્યો છે. એટલા પ્રમાણમાં જ પર્યાવરણનો સત્યાનાશ કરી રહ્યો છે. બીડી અને સિગરેટના ધુમાડાથી પણ પ્રદૂષણ થાય છે. યજ્ઞ વડે પર્યાવરણને શુદ્ધ કરવું સૌથી સરળ છે. યજ્ઞનો ધુમાડોથી કાર્બનડાયોક્સીડ ફેલાતો નથી. કારણકે યજ્ઞકુંડમાં સમિધાઓ તથા સામગ્રીઓ સળગવાથી જે ધુમાડો નીકળે છે તે કેટલાક વ્યાપક ક્ષેત્રના વાયુને શુદ્ધ તથા સુગાંધીત કરી દેશે. એવી જ રીતે જે રીતે એક અગરબત્તી સળગાવાથી ઓરડામાં સુગંધ અને શુદ્ધ વાયુનો એહસાસ થાય છે.


યજ્ઞ કુંડમાંથી નીકળેલ ધુમાડો પવનની લહેરો વડે વ્યાપક ક્ષેત્રમાં ચારેય તરફ ફેલાય છે અને એમાં પદાર્થના જે સૂક્ષ્મ કણોના રૂપમાં હોય છે. તે પણ ચારેય તરફ ફેલાય છે. જીવધારીઓના શરીરમાં શ્વાસ સાથે તે તત્વ પ્રવેશ કરે છે અને સાથે જ ઝાડ - પાન પણ એનાથી જ પ્રભાવિત થાય છે. હવનના આ ગેસમાં અનેક ઉપયોગી રાસાયણિક તત્વ હોય છે. હવનના ધુમાડામાં કાર્બન ડાયોકસાઇડ કે અન્ય ઝેરી ગેસ હોતો નથી. કદાચિત થોડો ઝેરી અંશ રહી જાય તો ઘીનો વાયુભૂત પ્રભાવ એને નષ્ટ કરીને લાભકારી બનાવી દે છે. હવન ગેસ વડે સ્થળ, જળ વગેરે અનેક તત્વોની પણ શુદ્ધિ થયી જાય છે. આ ગેસ વાદળોમાં ભળી જઈને વરસાદના રૂપમાં પૃથ્વી પર વર્ષે છે. વનસ્પતિ પરિપુષ્ટ થાય છે. ખેતીમાં પણ હવન ગેસ બહુ જ લાભદાયક સિદ્ધ થાય છે. એનાથી માટીની ઉપજશક્તિ વધી જાય છે.


રાસાયણિક ખતરો વડે જમીનની ફળદૃપતા ઘટી જાય છે. પરંતુ યજ્ઞ વિધાનને વનસ્પતિ જગતની શુદ્ધિ અને પરિપુષ્ટિનો આધાર કહેવામાં આવે છે. પૃથ્વી સદાય વાયુમાંથી ગંધનું શોષણ કરી લયીને વાયુને ગંધ રહિત કરતી રહે છે. યજ્ઞનો ધુમાડો ગંધના કારણે ભારે હોય છે અને પૃથ્વીની સપાટી પર વહેતો હોય છે. આ રીતે યજ્ઞના હવન ઘ્વારા બનેલ અપેક્ષિત તત્વો તથા ગંધનો યજ્ઞપ્રદેશની પૃથ્વી શોષી લે છે. આનાથી પૃથ્વીની ખેતીની પેદાશ કેટલાય ઘણી વધી જાય છે અને પૌષ્ટિક પણ બની જાય છે.


Reference: યજ્ઞ પિતા ગાયત્રી માતા

Comentários


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page