top of page
Post: Blog2_Post

Yajna Pita Gaytri Mata Part -16 યજ્ઞ પિતા ગાયત્રી માતા ભાગ – 16


યજ્ઞથી ભૌતિક લાભ


યજ્ઞનો એક ભૌતિક પક્ષ પણ છે જે ઓછો મહત્વપૂર્ણ નથી. યજ્ઞ માત્ર શ્રદ્ધા નહિ , એક અદભૂત વિજ્ઞાન પણ છે. સમિધાઓ અને સામગ્રી ના બાળવાથી તાપ, પ્રકાશ પેદા થાય છે. રાસાયણિક પરિવર્તન થાય છે. આ પરિવર્તનથી મૂળ દ્રવ્યોનો ગુણધર્મો પણ બદલાયી જાય છે. દ્રવ્યોના સળગવાથી નવા પદાર્થોની ઉત્પત્તિ થાય છે. અનેક ઘન પદાર્થો સળગવાથી અને પરસ્પરની રાસાયણિક ક્રિયાથી એક નવું રૂપ ધારણ કરીને વાયુ અવસ્થામાં બદલાયી જાય છે. આ વરાળ કે યજ્ઞના ધુમાડામાં અસંખ્ય સુક્ષમ કણો હોય છે જે વાયુમંડળમાં વિખેરાયી જાય છે. તેનાથી પર્યાવરણનું સંતુલન થાય છે. સ્વાસ્થ્ય , સંવર્ધન અને રોગ નિવારણનું કાર્ય પણ યજ્ઞથી જ સંભવ છે.


અનેક યજ્ઞ વિશેષ પ્રભાવ અને ભૌતિક લાભ માટે કરવામાં આવે છે જેવી રીતે રાજસૂય યજ્ઞ ,અશ્વમેઘ યજ્ઞ , પુત્રેષ્ટિ યજ્ઞ વગેરે. આપણા ઋષિમુનિઓ ઊંડી શોધખોળના આધાર પર યજ્ઞ વિજ્ઞાનને સ્થાપિત કર્યું હતું. સમિધિઓની પસંદગી અને હવનસામગ્રીના ગુણ વિશ્લેષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. યજ્ઞ કુંડની આકૃતિનું પણ પોતાનું અલગ મહત્વ હોય છે.


- દેવ વૃત્તિના વિકાસ માટે "દેવયજ્ઞ"


- મનુષ્યોના તથા અતિથિઓના સન્માન માટે "નર યજ્ઞ"

- અગણિત જીવ જંતુઓના પોષણ માટે "બલિવૈષ્વ યજ્ઞ"


- પોષક પ્રવૃતિઓના વિકાસ માટે "વિષ્ણુ યજ્ઞ"


- માનસિક રોગોના નિવારણ માટે "રુદ્ર યજ્ઞ"


- અનાચારના દમન માટે "ચંડી યજ્ઞ"


- સમાજમાં સત્પ્રવૃત્તિઓના સંવર્ધન માટે "વાજપેય યજ્ઞ"


- રાજનીતિક અનુશાસન સ્થાપવા માટે "રાજસૂય યજ્ઞ"


- સમગ્ર રાષ્ટને પ્રગતિશીલ બનાવવા માટે "અશ્વ્મેઘ યજ્ઞ"

Reference: યજ્ઞ પિતા ગાયત્રી માતા

Comentarios


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page