top of page
Post: Blog2_Post

Yajna Pita Gaytri Mata Part -12 યજ્ઞ પિતા ગાયત્રી માતા ભાગ – 12


દશેરા ક્ષત્રિય વર્ગનો તહેવાર હતો. સમાજની રક્ષા કરવાની જવાબદારી એમના ખભા પર હતી, જેવી રીતે છત્રી તડકા કે વરસાદની સામે આપણી રક્ષા કરે છે તેવી જ રીતે ક્ષત્રિય વર્ગ પણ દરેક સંકટ સામે સમાજનું રક્ષા કરતો હતો. પોતાના અસ્ત્ર -શસ્ત્ર સાફ કરતા હતા જેથી જરૂરિયાત સમયે તેનો ઉપયોગ થયી શકે. રામલીલા તથા અન્ય વીરતા પ્રેરક નાટકો, પ્રદર્શનોના માધ્યમથી સમાજમાં વીરતા તથા સુરક્ષાની ભાવનામાં વધારો કરતા હતા. પરંતુ આજે તો જેને ફાવે તે સડકો પર હથિયાર લઈને ફરે છે. અને સમાજ પાર પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે. ગરીબ તથા સીધા-સાદા લોકોને ડરાવી ધમકાવી પોતાનો ઉદ્દેશય પાર પાડી લે છે, આ તો ફક્ત પોતાની દાદાગીરી ગુંડાગીરી ચમકાવના સાધન બની ગયા છે. દશેરાની યજ્ઞિય ભાવના, સંગતિકરણ, સામૂહિકતા ક્યાંય દેખાતી જ નથી.


શ્રાવણી તો બ્રાહ્મણ વર્ગનો મુખ્ય તહેવાર હતો. એ દિવસે બ્રાહ્મણો જ્ઞાન યજ્ઞ કરતા હતા. બ્રાહ્મણ અથવા શ્રેષ્ઠ કર્મ કરવાવાળા વ્યક્તિ આખા સમાજમાં શ્રેષ્ઠ વિચારોને ફેલાવાનું કાર્ય કરતા હતા. બધાને જ્ઞાન, દિશા તથા પ્રકાશ આપતા હતા. સમાજમાં વ્યાપ્ત દરેક પ્રકારની બદીઓને દૂર કરવાનો માર્ગ દેખાડતા હતા, સમજાવતા હતા અને દરેક પ્રકારે "સર્વે ભવન્તુ સુખીન:" ની ભાવનામાં સુધારો વધારો કરતા હતા. પરંતુ આજે તો તેઓ જ બ્રાહ્મણ બની બેઠા છે જેઓએ બ્રાહ્મણ કુળમાં જન્મ લયી લીધો છે. અને આવડતમાં કાળા અક્ષર ભેંસ બરાબર કેમ ન હોય. આવા ધૂતારાઓને તો ફક્ત માલ પડવાથી જ મતલબ હોય. "ખાવાનું ખાય પંડિતજી અને સ્વર્ગમાં જાય યજમાન " આ કેવો સ્વાર્થી ધર્મ છે. આપણા સત્ય સનાતન ધર્મમાં ખરાબી જ એટલા માટે આવી ગયી છે કે પાખંડી બ્રાહ્મણોએ એને કમાણીનું સાધન બનાવી દીધું છે. જ્યાં સુધી ઘરે ઘરે આપણે નિર્લેપ અને નિઃસ્વાર્થ ભાવથી ધર્મની તર્કસંગતા તથા વિજ્ઞાન સમંત વિચારસરણી નહિ ફેલાવીયે , યજ્ઞનું સાચું સ્વરૂપ લોકોની સમાજ માં નહિ આવે.


Reference: યજ્ઞ પિતા ગાયત્રી માતા

ความคิดเห็น


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page