top of page
Post: Blog2_Post

Yajna Pita Gayathri Mata, Part: 2 યજ્ઞ પિતા ગાયત્રી માતા, ભાગ : 2



ગુરુદેવ ના વિચાર - યજ્ઞ શું છે?


મોટાભાગના લોકો યજ્ઞ નો અર્થ નથી સમજતા. હવનકુંડમાં લાકડીઓ રાખી, આગ પ્રગટાવી અને સામગ્રી નાખી દીધી. થોડાક મંત્ર બોલી લીધા. હવનકુંડ ન મળ્યો તો તવો કે કઢાઈ મૂકી દીધી કે પછી જમીન પર જ હવન કરી દીધો. આને જ લોકો હવન સમજી બેઠા છે. પરંતુ આ તો સાચે જ પ્રદર્શન છે.


યજ્ઞ એક સાધારણ ક્રિયા નથી. જે થયી રહુયુ છે તે તો તેના ક્રિયાત્મક ભાગનું પણ વિકૃત રૂપ છે. અરે આ તો વિજ્ઞાન છે. યજ્ઞ આખા સંસારના પર્યાવરણને સંતુલિત રાખે છે. શક્તિમાં વધારો કરે છે. તથા રોગો નું નિવારણ કરે છે. શ્રેષ્ઠ દેવી તત્વો નું સંવર્ધન કરે છે. યજ્ઞ માત્ર અગ્નિહોત્ર કર્મકાંડ જ નથી. તે તો સૃષ્ટિના અનુશાસનમાં ભાવના, વિચારણા, પ્રદાર્થ તથા ક્રિયાના સંયોગથી ઉત્પન્ન થનારો એક અદભુત પુરુષાર્થ છે. એટલેતો જન્મ થી મૃત્યુ સુધી , બધા જ ષોડશ સંસ્કાર વખતે , ત્યોહાર પર યજ્ઞનું આવશ્યક વિધાન કરવામાં આવે છે.


યજ્ઞ દરેક સંસ્કારનું અભિન્ન અંગ છે. યજ્ઞથી જ ચારેય વેદોની ઉત્પત્તિ થયી છે. યજુર્વેદમાં તો વિશેષરૂપથી યજ્ઞની મહિમાનું વર્ણન છે. ઓષધિવિજ્ઞાનમાં ચરક સંહિતામાં યજ્ઞ વડે ઉપચારનું વિસ્તૃત વિધાન છે. યજ્ઞથી સ્વાસ્થ્ય તો સારું થાય છે જ, પરમાત્માનું પુણ્ય પણ મળે છે. શાસ્ત્રકારોએ યજ્ઞ ને દિવ્ય અનુશાસનમાં કરવામાં આવેલ શ્રેષ્ઠકર્મની વ્યાખ્યા આપી છે.


"યજ્ઞ વઃ શ્રેષ્ઠતમ ક્રમઃ" અથાર્ત "શ્રેષ્ઠતમ કર્મ જ યજ્ઞ છે."


યજ્ઞની બે ધારા છે.


પહેલી ધારા - જે અનાદિકાળથી ચાલી આવી છે. યજ્ઞનું એ સનાતનરૂપ છે. જેનાથી સુષ્ટિની રચના થયી. એનાથી સૃષ્ટિનું પોષણ, પરિવર્તનનું ચક્ર ચાલી રહ્યું છે.


બીજી ધારા - યજ્ઞનું એ લોકિક સ્વરૂપ છે જે સંકલ્પપૂર્વક કરવામાં આવે છે. એના અંતર્ગત અગ્નિહોત્ર વિવિધ યજ્ઞ કર્મકાંડ આવે છે.

Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page