Yajna Father Gayatri Mother:4 યજ્ઞ પિતા ગાયત્રી માતા:4
- akhandjyoti gujarati
- Jul 10, 2021
- 2 min read

યજ્ઞ મનુષ્યો ઘ્વારા જ શા માટે?
સૌથી પહેલા તો એ સમજી લો કે ઋષિઓએ યજ્ઞ માટે મનુષ્યોને જ કેમ પ્રેરણા આપી? અન્ય પ્રાણીઓ પાસે એવી કોઈ અપેક્ષા કેમ કરવામાં ન આવી. એનું કારણ છે કે સંસારના બધા પ્રાણી પ્રકૃતિગત પ્રવાહોનો સ્વાભાવિક ઉપયોગ કરે છે. પ્રકૃતિ પાસેથી તેઓ એટલું જ લે છે કે જેટલું તેમના નિર્વાહ માટે પૂરતું છે. એમાંથી કોઈપણ "પ્રકૃતિનું શોષણ" નથી કરતા.
મનુષ્યોમાં પ્રકૃતિને ચૂસી લેવાની ક્ષમતા છે. ઈશ્વરે એને જ સર્વશ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરી છે, તેનો તે દુરુપયોગ કરી શકે છે અને કરી રહ્યો છે. આજેય ચારેય તરફ શું બની રહ્યું છે. મનુષ્ય પોતાની બુદ્ધિનો પ્રયોગ સૃષ્ટિના નાશ માટે જ તો કરી રહ્યો છે. ઋષિઓ પોતાની દૂર દષ્ટિથી આ સંભાવનાના ગંભીર પરિણામોની કલ્પના હજારો વર્ષ પહેલા જ કરી લીધી હતી અને એટલા જ માટે મનુષ્યને યજ્ઞિય મર્યાદાનું પાલન કરતો રહ્યો, ચારે તરફ સુખ શાંતિનું જ સામ્રાજ્ય રહ્યુ. પરંતુ આજે તો તે ફકત પ્રકૃતિનું શોષણ કરવાનું ઈચ્છે છે.એના પોષણની જવાબદારી અને એની ઉપર્યુક્ત પ્રક્રિયા બંનેને તે ભૂલી ગયો છે. આ જ કારણ છે કે આજે ચારે તરફ ઉન્માદની જાળ દેખાય છે, જયારે યજ્ઞિય જીવન શૈલી અપનાવીને આ ધરતી પર સ્વર્ગ જેવી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી શકાય છે.
યજ્ઞમાં યજ્ઞ ભાવના ની વૃદ્ધિને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે. યજ્ઞ શબ્દનો ભાવાર્થ છે પવિત્રતા ,પ્રખરતા અને ઉદારતા. આ જ તત્વદર્શન વ્યક્તિગત જીવનમાં પણ વણાયેલું રહેવું જોઈયે અને લોકવ્યવહારમાં પણ એની શ્રેષ્ટતાને આગળ પડતું સ્થાન મળવું જોઈએ. શાસ્ત્રોમાં જીવન અગ્નિની બે શક્તિઓ માનવમાં આવી છે. એક સ્વાહા, બીજી સ્વધા.
“સ્વાહાનો અર્થ છે આત્મત્યાગ અને પોતાની સામે લડવાની ક્ષમતા.
"સ્વધાનો અર્થ છે જીવન વ્યવસ્થામાં "આત્મજ્ઞાન" ને ધારણ કરવા માટેનું સાહસ.”
યજ્ઞ શબ્દ "યજ" ધાતુ થી બનેલ છે. એનો અર્થ છે - "દેવપૂજન , સંગતિકરણ અને દાન".
ઈશ્વરીય શક્તિઓની આરાધના - ઉપાસના એમની સમીપતા - સંગતિ તથા પોતાની માનીતી વસ્તુઓને એમને અર્પણ કરવી એ જ યજ્ઞની આધ્યાત્મિક પ્રક્રિયા છે.
દેવગુન સંપન્ન સજ્જન વ્યક્તિઓની સેવા અને સત્સંગ, એમને સહયોગ આપવો એ પણ યજ્ઞ છે.
વ્યવહારિક અર્થમાં એને એ પણ કહી શકાય કે મોટાઓનું સન્માન , સરખાપણું ધરાવતા સાથે સંગતિ-મિત્રતા તથા આપણાથી નાનાઓને કે ઓછી શક્તિવાળાઓને દાન સહયોગ કરવો યજ્ઞ છે.
Reference: યજ્ઞ પિતા ગાયત્રી માતા
Comments