Wise Ganesha - બુદ્ધિમાન ગણેશજી
- akhandjyoti gujarati
- Dec 22, 2021
- 1 min read

વ્યાસજીએ ગણેશજી પાસ મહાભારત લખાવડાવ્યું તે પૂરું થઈ ગયા પછી વ્યાસજીએ ગણેશજીને પૂછયું કે મેં તમને ચોવીસ લાખ શબ્દો લખાવ્યા, પરંતુ આશ્ચર્યની વાત છે કે તમે વચમાં એક પણ શબ્દ ના બોલ્યા અને બિલકુલ મૌન રહ્યા. ગણેશજીએ જવાબ આપ્યો,
"બાદરાયણ, મોટાં કાર્યો કરવા માટે શક્તિની જરૂર પડે છે અને શક્તિનો આધાર સંયમ હોય છે. સંયમ જ બધી સિદ્ધિઓ આપનારો છે. જો મેં વાણીનો સંયમ ના રાખ્યો હોત તો આપનો આ ગ્રંથ કેવી રીતે પૂરો થાત?”
Reference: યુગ શક્તિ ગાયત્રી, જુન 2014
Comments