True penance - સાચું તપ
- akhandjyoti gujarati
- Oct 24, 2021
- 1 min read

ચિત્રકેતુ એક રાજા હતો, જેને મહર્ષિ અંગિરાની કૃપાથી એક સંતાન પ્રાપ્ત થયું હતું. તેનું કિશોરાવસ્થામાં જ મૃત્યુ થઈ ગયું. રાજા પુત્રના વિયોગથી ખૂબ વ્યાકુળ બન્યો. અંતે ઋષિદેવ આવ્યા અને તેમણે દિવંગત આત્માને બોલાવીને શોકાતુર રાજા સાથે વાતલિાપ કરાવ્યો. પિતાએ પુત્રને પાછા ફરવાકહ્યું તો તેણે જવાબ આપ્યો, હૈ જીવ, ન તૌ હું તારો પુત્ર છું, ન તું મારૌ પિતા છે. આપણે બધા જીવો કર્માનુસાર ભ્રમણ કરી રહ્યા છીએ, એટલા માટે તું તારા આત્માને ઓળખ. હૈ રાજન, તેનાથી જ તું સાંસારિક સંતાપોથી છુટકારો મેળવી શકે છે. તેને માટે તું તપ-સાધનાકર. રાજા આશ્વાસન પામ્યો અને તેણે પોતાનું શેષ જીવન આત્મકલ્યાણની સાધનામાં જોડીને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને જીવનમુકત થઈ ગયો.
વાસ્તવિક પુરુષાર્થ આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. યોગને તપ આ જ નિમિત્તે કરવામાં આવે છે. પોતાની જાતનો પરિષ્કાર અને અભ્યસ્ત કુસંસ્કારી સામે ઝૂઝવું એ જ તપછે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, માર્ચ - 2003
Коментарі