Rai Bahadur Lalchandji - રાયબહાદુર લાલચંદજી
- akhandjyoti gujarati
- Oct 10, 2021
- 1 min read

રાયબહાદુર લાલચંદજીની ગણના પંજાબના મહાન સમાજસુધારકોમાં થતી હતી.' એકવાર તેમણે કન્યા ગુરુકુળને બહુ મોટું દાન આપવાની જાહેરાત કરી. એ સાંભળીને ગુરુકુળના મુખ્ય આચાર્યો તેમનો આભાર માનવાનો તથા તેમને ધન્યવાદ આપવાનો વિચાર કર્યો. આ માટે તેઓ લાલચંદજીના ઘેર ગયા. ઘણીવાર સુધી દરવાજો ખખડાવ્યો છતાં પણ કોઈએ દરવાજો ખોલ્યો નહિ, આથી તેઓ જાતે બારણું ખોલીને અંદર ગયા. તેમણે જોયું કે એક વૃદ્ધ માણસ બીજા ઘરડા માણસના પગ દબાવી રહ્યો હતો. તેમણે પગ દબાવી રહેલા માણસને પૂછયું કે મારો લાલચંદજીને મળવું છે. તેઓ ક્યાં મળશે? પગ દબાવી રહેલા તે માણસે કહ્યું કે હું જ લાલચંદજી છું. આવું સાંભળીને આચાર્યદંગ રહી ગયા. તેમણે લાલચંદજીને પૂછયું કે તમે જેમના પગ દબાવો છો એ ભાઈ કોણ છે? ત્યારે લાલચંદજીએ કહ્યું કે તે મારો સેવક છે. છેલ્લાં 10 વર્ષોથી તે સતત મારી સેવા કરવાનો વારો મારો છે. આવું સાંભળીને આચાયનું માથું શ્રદ્ધાથી ઝૂકી ગયું.
Reference: યુગશક્તિ ગાયત્રી, ઓક્ટોબર-2021
Comments