top of page
Post: Blog2_Post

Gayatri mantra wonderful herb- ગાયત્રી મંત્ર અદ્દભુત જડીબુટ્ટી



ગાયત્રી મંત્રની સાધનાથી માનવૉના શરીરમાં રુધિરાભિસરણ (બ્લડ સરક્યુલેશન) ની પ્રક્રિયા એકદમ સરળ બને છે. રકતનો સંચાર શરીરના પ્રત્યેક એગ સુધી પહોંચે છે. સાથે સાથે લોહનો શુદ્ધિ પણ થાય છે. સૌથી મોટો અને મહત્ત્વનો લાભ માનસિક શોતિ જળવવાનો છે. જેનું મન હળવું એનું જીવન હળવું. મનના અફાટ સાગરમાં ઉછળતો ઈર્ષ્યા, રાગદ્વેષ, ક્રોધ, ભય અને ચિતાનો મોજા શાંત પડે છે, શાંતિનો સાચો સાક્ષાત્કાર થાય છે, સંયમ વધે છે, શરીરમાં તાજગી ,સ્કૃતિનો અનુભવ થાય છે, કાર્યશક્તિ વધે છે. મનમાં સાત્વિક વિચારોનું બળ વઘવાથી શારીરિક -- માનસિક સમસ્યાઓ તથા રોગ નાબૂદ થાય છે. સમગ્ર જીવન હકારાત્મક બને છે. માનવી લીલોછમ તથા તાજોમાજો લાગે છે. ગાયત્રી સાઘનાની જડીબુટ્ટી ગાયત્રી મંત્ર જ છે.


આજે વિશ્વભરના તબીબી નિષ્ણાતો કબૂલ કરે છે કે મોટાભાગના શારીરિક-માનસિક રોગોનું મૂળ કારણ મન છે. સારો માઠો કર્મોન મૂળ પણ મન જ છે. મન એ જ ઈશ્વર અને મન એ જ દેવતા છે. મનથી કોઈપણ વાત છુપાવી ન શકાય. મનને આપણા ઋષિમુનિઓએ મર્કટ એટલે કે માંકડા ની સાથે સરખાવ્યું છે. તે સતત ઠેકડા માર્યા કરે, પરંતુ તેનાં પ્રચંડ શકિતનાં આપણને જણ નથી. એક વખત મન નામના શકિતશાળી મર્કટ પર સંયમ નામની લગામ આવી જય તો આખું જગત જીતી શકાય, ગાયત્રી મંત્ર સતત જપવાથી જીવનમાં સંયમ આવી જાય છે. ગાયત્રી મંત્ર જે , સવિચાર, સભાનતા, પ્રેરણા, શાનતા, ઉજ્જવળ ભવિષ્ય તથા નવાયુગનો મંત્ર છે તે આખા વિશ્વમાં ફેલાઈ જવાનો છે. ગાયત્રો મેત્રને એક જાતની જડીબુટ્ટી કહી છે. તેના દ્વારા માનવીને શાંતિ ,આનેહ, ઉલ્લાસ અને આત્મસંતોષ મળે છે.


Reference: યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી -2002

Comentarios


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page