Devotee Dhruv: ભક્ત ધ્રુવ
- akhandjyoti gujarati
- Oct 10, 2021
- 1 min read

તપસ્વી ધુવ ખૂબ નાની ઉંમરમાં જ ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયા હતા. તેમની નિષ્ઠાની કસોટી કરવા માટે દેવર્ષિ નારદ તેમને પૂછવું કે વત્સ! જો આખી જિંદગી ભક્તિ તથા તપસ્યા કરવા છતાં પણ તને ભગવાનનાં દર્શન નહિ થાય તો હું શું કરીશ? ધ્રુવે જવાબ આપ્યો કે દેવર્ષિ ! મારા જીવનનો ઉદ્દેશ્ય જ તપસ્યા છે. જો મને પરમાત્માનાં દર્શન નહિ થાય તો હું માનીશ કે આટલા મહાન લક્ષ્ય માટે આ એક જન્મ પૂરતો નથી. હું ફરીથી બીજો જન્મ લઈને તપ કરીશ. ધ્રુવે આવું કહ્યું એની સાથે જ ભગવાન ત્યાં પ્રગટ થઈ ગયા. આ જ કારણે તેઓ ભક્તવત્સલ કહેવાય છે.
Reference: યુગશક્તિ ગાયત્રી, ઓક્ટોબર-2021
Commentaires