You untie your knot- તમારી ગૂંથ તમે ઉકેલો
- akhandjyoti gujarati
- Jan 3, 2022
- 1 min read

મનુષ્ય પોતાના ભાગ્યનો નિર્માતા પોતે છે. જે રીતે તે અયોગ્ય વિચારો અને ટેવોનો ગુલામ બનીને પોતાની સ્થિતિ દયાજનક બનાવે છે તે રીતે જો તે ઈચ્છે તો વિવેક અપનાવીને પોતાની પ્રવૃત્તિઓને બદલી અને સુધારી પણ શકે છે અને તેના પરિણામે નરકના દૃષ્ય ને જોતજોતામાં સ્વર્ગમાં ફેરવી શકે છે. આ માનસિક પરિવર્તન જ યુગનિર્માણ યોજનાનો મુખ્ય આધાર છે. એને “વિચાર ક્રાંતિ ” પણ કહી શકાય.
આપણી સામે અગણિત મુકેલીઓ, ગૂંચવણો, ખામીઓ અને પરેશાનીઓ આજે ઊભી છે. તેનું કારણ એક જ છે -‘અવિવેક'. તેના સમાધાનનો ઉપાય પણ એક જ છે - ‘વિવેક'. જે રીતે સૂર્યનો ઉદય થતાં અંધકારનો નાશ થાય છે તે રીતે જે દિવસે આપણા અંતઃકરણમાં વિવેકનો ઉદય થશે તે દિવસે વ્યકિતગત કે સામૂહિક મુશકેલીઓ રહેશો નહિ. કરોળિયો પોતાનું જાળું પોતે ગૂંથે છે અને તેમાં ફસાઈને બેસી રહે છે, પરંતુ જયારે તેના મનમાં તરંગ ઊઠે છે તો તે આખા જાળાને ગળીને પૂર્ણ સ્વતંત્રતાનો અનુભવ કરે છે. આપણી બધી સમસ્યાઓ અને બધી મુશ્કેલીઓ આપણે પોતે જ ઊભી કરી છે. તેમને ઉકેલવી તે આપણા માટે સરળ કામ છે. અંધકારમાં ગાંઠ ખૂલી શકતી નથી, પરંતુ જયારે વિવેકનો દીપક પ્રગટો અને દોરીના વળાંક તથા ગૂંચ ટપષ્ટ દેખાવા લાગશે તો ગાંઠ ખૂલતાં પણ વાર લાગશે નહિ.
Reference: યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ 2002
Comments