Yajna Pita Gaytri Mata Part -13 યજ્ઞ પિતા ગાયત્રી માતા ભાગ – 13
- akhandjyoti gujarati
- Sep 18, 2021
- 1 min read

શ્રેષ્ઠ દૈવી તત્વોનું સંવર્ધન
યજ્ઞનું એક બીજું શિક્ષણ છે - સમાજમાં શ્રેષ્ઠ દૈવી તત્વોનું સંવર્ધન .
ઋગ્વેદમાં યજ્ઞની અગ્નિને પુરોહિત કહેવામાં આવી છે. "અગ્નિમિલે પુરોહિતમ"
આ પુરોહિત જ મનુષ્યમાં દૈવીતત્વોના સંવર્ધનનો માર્ગ બતાવે છે.
1) જે કંઈ પણ બહુ મૂલ્ય વસ્તુ આપણે હવનમાં હોમીએ છીએ તેને અગ્નિ પોતાની પાસે સંગ્રહ કરતી નથી. પરંતુ એને બધાના ઉપયોગ માટે વાયુમંડળમાં વિખેરી નાખે છે. આપણે પણ એ જ રીતે ઈશ્વરે આપેલી વિભુતીઓનો પ્રયોગ કરવો જોઈએ. આપણું શિક્ષણ , સમૃદ્ધિ , પ્રતિભા વગેરે વિભૂતિઓનો ઓછામાં -ઓછો પોતાના માટે અને વધુમાં વધુ ઉપયોગ જનકલ્યાણ માટે કરવો જોઈએ.
2) જે પણ વસ્તુ અગ્નિના સંપર્કમાં આવે છે અગ્નિ એનો સંસ્કાર કરી ને , પોતાનામાં આત્મસાત કરીને પોતાના જેવો જ બનાવી લે છે. આપણે પણ આજ રીતે સમાજના પછાત, નાના , દિન , દુઃખી , દલિત , પીડિત જે પણ વ્યક્તિ આપણા સંપર્કમાં આવે એમને પોતાનામાં આત્મસાત કરીને પોતાના જેવા બનવાનો આદર્શ નિભાવવો જોઈએ.
3) અગ્નિની લપેટો (જ્વાળાઓ) કેટલુંય દબાણ હોવા છતાં નીચેની તરફ ક્યારેય નહિ પરંતુ ઉપરની તરફ જ ફેલાય છે. પ્રલોભન, ભય કશું પણ કેમ ન હોય આપણે આપણા વિચારો અને કાર્યોને નીચ, હલકટ કક્ષાના ન થવા દઈએ. વિષમ પરિસ્થિતિમાં પણ આપણો સંકલ્પ અને મનોબળ અગ્નિશિખાની માફક જ ઊંચો રાખીયે.
Reference: યજ્ઞ પિતા ગાયત્રી માતા
Comments