Yajna Pita Gaytri Mata Part -11 યજ્ઞ પિતા ગાયત્રી માતા ભાગ – 11
- akhandjyoti gujarati
- Sep 4, 2021
- 1 min read

હોળીનો તહેવાર શ્રમિક વર્ગની એકતાનો, સમાજના સામુહિક યજ્ઞનો જ પ્રતીક છે. નાના-મોટા, ઊંચ-નીચ , આમિર - ગરીબ બધા જ એક સાથે , એક જ જગ્યાએ યજ્ઞમાં ભાગ લેતા હતા અને ભેટતા હતા. આ યજ્ઞમાં પોતાની ખરાબ આદતો, કુસંસ્કારની આહુતિઓ આપતા હતા. અંદરોઅંદરની લડાઈ , ઝઘડા , ક્રોધ , વામનસ્ય વગેરે બધું જ આ હોળીકા યજ્ઞની જ્વાળાઓમાં ભસ્મ કરી દેતા હતા. પરંતુ આજે તો આપણે આ બધું ભૂલતા જઈએ છીએ. ન જાણે ક્યાં ક્યાંથી રંગ, ઓઈલપેંટ, કોલસા લાવીને એકબીજાના મોંઢા પર ચોપડે છે કે એને દૂર કરવાનું પણ મુશ્કેલ બની જાય છે. આનાથી અનેક પ્રકારના ચર્મરોગોનો જન્મ થાય છે તે તો અલગ.
દિવાળી વૈશ્ય વર્ગનો તહેવાર છે, દીપ યજ્ઞ છે. આ દિવસે વેપારી વર્ગના લોકો ભેગાં મળીને વિચાર વિમર્શ કરતા હતા કે કઈ રીતે આખા સમાજની ઉન્નતિ માટે વેપારનું સંચાલન થવું જોયીએ. ન કોઈ વધારે નફો લે અને ન તો બિનજરૂરી ખર્ચ થાય. આજે આ ભાવના તો સંપૂર્ણ અદૃશ્ય થયી ગયી છે. દરેક વ્યાપાર સમાજ ને વધુ ને વધુ લૂંટાવનો પ્રયાસ કરે છે. લાખો કરોડો રૂપિયા હાનિકારક ચીજવસ્તુઓની જાહેરાતોમાં જ ખર્ચી નાખે છે શરાબ, જુગાર વગેરેની જાહેરાતોની ચારે તરફ બોલબાલા છે. આ બધાનો કેટલો ખરાબ પ્રભાવ સમાજ પર પડી રહ્યો છે એ તરફથી વેપારીઓ આંખો બંધ કરી લે છે. અમને ફકત પૈસા જ દેખાય છે. ભલે એનાથી એનું પોતાનું સ્વાસ્થ્ય બગડી જાય અને બાળકો પણ સ્વચ્છન્દી બની જાય છે. થોડા સમય માટે પૈસાની જગ મગ અને મોજમસ્તી આગળ એમને પોતાની ચારેય તરફ ફેલાયલી અશિક્ષા, અજ્ઞાન, ગરીબી, ભૂખમરો. સમાજ પત્યે તેઓ પોતાનું કર્તવ્ય નથી સમજતા.
Reference: યજ્ઞ પિતા ગાયત્રી માતા
Comentarios