The spiritual method of personification - વ્યક્તિનિર્માણની આધ્યાત્મિક પદ્ધતિ
- akhandjyoti gujarati
- Jan 23, 2022
- 1 min read

આયુર્વેદિક રસાયણ બનાવતી વખતે ઔષધિઓ પરકેટલાય સંસ્કાર પાડવામાં આવે છે. કેટલીય વાર કેટલાય પ્રકારના રસોમાં તેમને ચૂંટવામાં આવે છે અને કેટલીય વાર તેમને (ગજપુટ દ્વારા) અગ્નિમાં બાળવામાં - તપાવવામાં આવે છે, ત્યારે તે રસાયન યોગ્ય રીતે તૈયાર થાય છે અને સામાન્ય સીસું, જસત, તાંબુ, લોખંડ અને અક્ષક જેવી ઓછા મહત્વની ધાતુ યમત્કારિક ભાતિયુકત બની જાય છે. એવી જ રીતે ભારતીય તત્વવેત્તાઓએ મનુષ્યને પણ સમયે સમયે વિભિન આધ્યાત્મિક ઉપયારો દ્વારા સુસંસ્કારી બનાવવાની મહત્વપૂર્ણ પદ્ધતિ વિકસાવી હતી. દેશવાસીઓએ હજારો વર્ષોથી તેનો પરિપૂર્ણ લાભ ઉઠાવ્યો છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિને સુસંરકારી બનાવવા માટે શિક્ષણ, સત્સંગ, વાતાવરણ, પરિસ્થિતિ, સૂઝ વગેરે અનેક બાબતોની જ હોય છે. સામાન્ય રીતે આવા જ માધ્યમોથી લોકોની મનોભૂમિ વિકસિત થાય છે. આ સિવાય ભારતીય તત્ત્વદર્દીઓએ મનુષ્યની અંતઃભૂમિને શ્રેષ્ઠતાની દિશામાં વિકસિત કરવા માટે કેટલાક એવા સૂકમ ઉપયારોની પણ શોધ કરી છે, જેનો પ્રભાવ શરીર તથા મન પર જ નહિ, સૂક્ષ્મ અંતઃકરણ પર પણ પડે છે અને તેના પ્રભાવથી મનુષ્યને ગુણ, કર્મ તથા સ્વભાવની દષ્ટિએ સમ્મુન્ત સ્તરે ઊંયે ઉઠવામાં મદદ મળે છે. આ આધ્યાત્મિક ઉપયાનું નામ “સંસ્કાર” છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, મેં 2002
Comments