Relieving the pain of deprivation - અભાવની પીડાનું નિવારણ
- akhandjyoti gujarati
- Jan 14, 2022
- 1 min read

એકવાર આનંદસ્વામી પાસે એક ઘનવાન શેઠ આવ્યા. કેટલાંય કારખાનાંના માલિક હતા. એમના બઘા પુત્રો કામે લાગ્યા હતા. પત્નીનું મૃત્યુ પહેલેથી જ થઈ ગયું હતું. એમના વૈભવનો કોઈ પાર નહોતો પણ તેઓ મનમાં ને મનમાં કોઈ મોટો અભાવ અનુભવ કરતા હતા. એમની ભૂખ અને ઊંઘ ઉડી ગઈ હતી. પોતાની આ દુઃખદ વાત એમણે મહાત્માજીને સંભળાવી. મહાત્મા આનંદસ્વામીજીએ કહ્યું - 'તમે જીવનમાં કર્મ અને શ્રમને મહત્વ આપ્યું, ભાવનાને નહીં. સત્સંગ, કથા સાંભળવાથી તો વિચારોને પોષણ મળે છે. અંતરનો અભાવ દૂર કરવા માટે પ્રેમ, ઘન, શ્રમ ખર્ચવા તૈયાર થવું જોઈએ. બઘાંને પ્રેમ કરો, અનાથો, ગરીબો વચ્ચે જીવો અને એમને સ્વાવલંબી બનાવો. પોતે પણ જેટલી મહેનત કરી શકો એટલી આ પુણ્ય કાર્યમાં કરો. પછી જુઓ કે ભૂખ લાગે છે કે નહિ, ઊંઘ આવે છે કે નહિ'. રોકે એ પ્રમાણે કર્યું અને એવી શાંતિ-પ્રસન્નતા મળી કે જે પહેલાં જીવનમાં ક્યારેય નહોતી અનુભવી.
Reference: યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ 2002
ความคิดเห็น