Know Your Limits - તમારી મર્યાદા જાણો
- acjjob
- Jun 12, 2021
- 1 min read

એક પક્ષીએ એક માછલીને કહ્યું કે બહેન!તું કદાપિ પાણીમાંથી બહાર કેમ નથી નીકળતી? અહીં બહારની દુનિયા ખૂબ સુંદર છે. આપણે સાથે હરીફરીશું અને મઝા કરીશું. પાણીમાંથી બહાર આવતાં જ માછલી મૃત્યુ પામી. એક ઋષિ આદેશ્ય જોઈ રહ્યા હતા. તેમણે પોતાના શિષ્યોને કહ્યું કે પરમાત્માએ આ સૃષ્ટિના દરેક પ્રાણી માટે એક ધર્મ તથા મર્યાદા નક્કી કરી છે. ગ્રહો તથા નક્ષત્રો પણ તેમની કક્ષા છોડીને બહાર જતાં નથી. જે લોકો મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે તેઓ કષ્ટ ભોગવે છે અને જાનનું જોખમ વહોરી લે છે.
Yug Shakti Gaytri - Gujarati, Edition : Jun-21


Comments