top of page
Post: Blog2_Post

Incident of Ramayana - રામાયણની ઘટના



એકવાર સીતામાતાએ પ્રસન્ન થઈને હનુમાનજીને મોતીઓનો એક હાર આપ્યો. થોડીવાર પછી જોયું કે હનુમાનજીને મોતીઓને દાંતથી તોડીને જમીન પર ફેકી દેતા હતા. આ જોઈને સીતામાતાને ક્ષણિક ક્રોધ આવી ગયો. તેમણે કહ્યું કે અરે હનુમાન ! તમે આ શું કરો છો? છેવટે તો તમે વાનર જ રહ્યા. મોતીઓના આટલા કીમતી હારને નષ્ટ કરી નાંખ્યો. આવું સાંભળતાંજ હનુમાનજીની આંખોમાં આંસુ આવી ગયાં. તેમણે કહ્યું કે માતા! હુંતો માત્ર એટલુંજ જોતો હતો કે મોતીઓમાં મારા આરાધ્ય પ્રભુ શ્રીરામ અને માતા સીતા છે કે નહિ? તમારા બંને વગર આ તુચ્છ મોતીઓનું મારા માટે કોઈ મૂલ્ય નથી. હનુમાનજીનાં આવાં નિર્દોષ અને ભક્તિપૂર્ણ વચનો સાંભળીને સીતાજીનું હૃદય દ્રવી ગયું. તેમણે હનુમાનજીના માથે હાથ મૂકીને તેમને આશીવાદ આપ્યા.


Reference:- Yug Shakti Gaytri - Gujarati, Jun-21


 
 
 

Recent Posts

See All
Our thoughts shape our lives

Life is not a bed of roses. It is full of ups and downs and keeps oscillating between good and bad, pleasure and pain, gains and loss,...

 
 
 

Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page