top of page
Post: Blog2_Post

Honesty - પ્રામાણિકતા


ree

પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને સમાજસુધારક અશ્વિનીકુમાર દત્ત ભણવામાં કુશાગ્ર હતા. સખત મહેનતુ હોવાના કારણે તેઓ ફક્ત ૧૪ વર્ષની ઉંમરે ઈન્ટરમીડિયેટ કક્ષામાં પહોંચી ગયા. ત્યાં એમને ખબર પડી કે વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચ અધ્યયન માટે ઓછામાં ઓછી ૧૬ વર્ષની ઉંમર હોવી જરૂરી છે. તેમણે અંગે પોતાના મિત્રો સાથે ચર્ચા કરી ત્યારે તેમણે સલાહ આપી કે ખોટી ઉંમર લખીને પરીક્ષા આપી છે. તેમણે પ્રમાણે કર્યું અને વિશ્વવિદ્યાલયમાં પ્રવેશની તેમને મંજૂરી પણ મળી ગઈ, પરંતુ પછીથી તેમને પોતે ખોટું કર્યા બદલ દુખ થયું. તેઓ જે તે વિભાગના અધ્યક્ષને મળ્યા. તેમણે તેમની ઈમાનદારીની પ્રશંસા કરીને બાબતમાં ચિંતા કરવાનું કહ્યું એમ છતાં તેમણે શાંતિ મળી. આથી તેઓ કુલસચિવને મળ્યા. ત્યાંથી પણતેમને એવો જવાબ મળ્યો. ત્યારે પ્રાયશ્ચિત્ત રૂપે તેમણે બે વર્ષ સુધી પોતાનો અભ્યાસ બંધ રાખ્યો અને જ્યારે તેઓ ૧૬ વર્ષના થયા ત્યારે તેમણે ફરીથી અભ્યાસ શરૂ કર્યો. આ બાબતમાં તેમને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે સન્માન મેળવવા માટે આપણું આચરણ પારદર્શક હોવું જોઈએ. બેઈમાનીથી મેળવેલી સફળતા કોઈને સન્માર્ગે વાળી શકતી નથી.


Reference:- Yug Shakti Gaytri - Gujarati, Jun-21


 
 
 

Recent Posts

See All
Our thoughts shape our lives

Life is not a bed of roses. It is full of ups and downs and keeps oscillating between good and bad, pleasure and pain, gains and loss,...

 
 
 

Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page