top of page
Post: Blog2_Post

Bal Gangadhar Tilak - બાલ ગંગાધર તિલક



બેટા લે મીઠાઈના બે ટુકડા. મોટો ટુકડો તું ખાજે અને નાનો તારા ભાઈબંઘને આપજે. “સારું મા" એમ કહીને એ બાળક બંને ટુકડા લઈને મિત્ર પાસે પહોંચયો. મિત્રને મોટો ટુકડો આપીને પોતે નાનો ટુકડો ખાવા લાગ્યો. મા બારીમાંથી બધું જોઈ રહી હતી. એણે બૂમ મારીને બાળકને બોલાવ્યો અને કહ્યું, “મેં તને કહ્યું હતું કે મોટો ટુકડો તું ખાજે અને નાનો તારા મિત્રને આપજે, છતાંય તેં એને મોટો ટુકડો કેમ આપી દીઘો ?" તે બાળક સહજભાવે બોલ્યો - “મા, બીજાઓને વઘારે આપીને પોતે ઓછામાં ઓછું લેવામાં મને આનંદ આવે છે. આ બાળક હતો બાળ ગંગાઘર ટિળક. માતા ગંભીર બની ગઈ. તે બાળકની ઉદારતા વિશે ઘણીવાર સુધી વિચાર કરતી રહી.


ખરેખર આ જ માનવીય આદર્શ છે અને એમાં જ વિશ્વશાંતિની તથા એકતાની સંભાવનાઓ સમાયેલી છે. માણસ પોતે ઓછું લઈને બીજાને વઘારે આપવાનો પ્રયત્ન કરે તો બઘા સંઘર્ષો ટળી જાય અને સ્નેહ સૌજન્યની સ્વર્ગીય પરિસ્થિતિ સ્વાભાવિક રીતે જ સર્જાઈ શકે.


Reference: યુગ શક્તિ ગાયત્રી, મેં 2002

Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page